Tuesday 20 September 2016

કાગવાસ

                 ભારત એટ્લે કે વિવિધતામાં એકતા...!! દર મહિને કોક ને કોક પર્વ આવતાંજ રહે છે. ગણપતિ મહોત્સવ પછી વારી આવે છે શ્રાધ્ધ ની...એટ્લે રોજ તમને"કાગવાસ" ની બૂમ તમારા આજુ બાજુ નાં લોકો નાં છત પર થી આવતિજ હશે..!!
                હિંદુ ધર્મશાસ્ત્રમાં પિતૃઓને શ્રધ્ધાથી જે અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાધ્ધ કહેવાય છે. વિક્રમ સંવતના ભાદરવા માસની પૂનમથી શ્રાધ્ધ પર્વનો પ્રારંભ થાય છે. જે સર્વપિત્રી અમાસ સાથે પૂણ્ય થતું હોવાથી લોકભાષામાં શ્રાધ્ધ પક્ષને ૧૬ સળાદિયાં પણ કહેવામાં આવે છે. શ્રાધ્ધ પક્ષ દરમિયાન મૃત સ્વજનોની તિથિ મુજબ કાગવાસ નાંખી પિતૃદેવોની મુક્તિ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે.
                હિંદુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે.માન્યતા એ પણ છે કે ઈન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરુપ ધારણ કર્યું હતું.આ કથા ત્રેતા યુગની છે.જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરુપ ધારણ કરીને સીતાને ઘાયલ કરી હતી.ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી.જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે.ત્યારથી શ્રાધ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયો છે.
                કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું મનાય છે.કાગડાએ કરેલ ભોજન સીધુ પિતૃ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમનાં આશીર્વાદ મળે છે.આ ઉપરાંત બીજી પણ એક માન્યતા છે કે શ્રાદ્ધ નિમિત્તે આપેલ કાગવાસ લેવા પિતૃઓ જ કાગનું રૂપ લઇને આવે છે અને કાગવાસ જમીને તૃપ્ત થાય છે.
                આવા તો અનેક લોકવાયકા અને કથા કાગવાસ વિશે ઘરનાં વડીલ કે Google પર થી મળી રહેશે...પણ ખરેખર આવું હોય છે ખારું..!?!? ૩૬૫ દિવસ માથી કાગડો આ ૧૬ દિવસ જ કેમ યાદ આવે છે....આમ જોઇ એ તો કાગડા ની કર્કશ વાણી આપણ ને પસંદ નથી...ઘરના આંગણે કે પછી ગેલેરી મા કાગડો કા... કા... કરતો હોય ત્યારે લોકો મારવા ફરી વળે છે અને આશા રાખે છે કે શ્રાધ્ધ નાં દિવસે ખીર-પુરી ખાવા આવશે...!!
                શ્રાધ્ધ પર્વ દરમ્યાન શુભ કાર્ય કરવા વર્જિત છે. વેવિશાળ, વાસ્તુ, લગ્ન, જનોઈ જેવા શુભકાર્યો પર બ્રેક લાગી જશે.નવી વસ્તુ ની ખરીદી પર પણ રોક લગી જશે.શ્રાધ્ધ પર્વ એ આપણાં પિતૃ ઓ ને સમર્પિત હોય છે. આ સમય ગાળા દરમ્યાન શુભ કાર્યો પર પાબંદી મને સમજાતી નથી. આપણાં પિતૃ આપણું ખોટું કરવા નાં નથી. આ સમય દરમ્યાન આપણ ને પિતૃ ઓ નો આશિર્વાદ મળી રેહશે.તો આ સમય મા શુભ કાર્યો પર પાબંદી કેમ...! કાગડા ને પિતૃ નો અંશ ગણવા મ આવે છે તો એના અવાજ ને ઘણી વાર અપશુકનયાળ ગણી ને કેમ તેને ભગાડી દેવા મા આવે છે...!! ભલા આપણાં પિતૃ ઓ આપણું ખોટું ઇચ્છે ખરા...!?!?
                 વધું મા જોવા જઇ એ તો કાગડા ની સંખ્યા પણ પેહલા જેટલી ક્યાં છેજ....ધીરે ધીરે કાગડા ની પ્રજાતિ લુપ્ત થતી જાય છે. ગળું દુઃખી જાય એટલી જોરથી બૂમ પાડવા છતાં કાગડા આવતાં નથી....!! જો કાગડા જ નથી તો કાગવાસ ક્યાં થી ફળે..!?!? ભલે કાગડા ને ખીર-પુરી મળે કે નાં મળે...પિતૃ ઓ ને મારી અંજલિ પોહચે એજ પ્રભુ ને પ્રાર્થના...!!!



                                                                                                                         
                                                                                                                           --- @2_ghadi_gammat